હિન્દ ન્યૂઝ, ડભોઇ,
પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ડભોઇ ડિવિઝનના કે.વી સોલંકી ના માર્ગદર્શન હેઠળ મળેલી જરૂરી સૂચનાઓ મુજબ દારૂ-જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા મળેલી સૂચનાઓના આધારે ડભોઇ પોલીસ સ્ટેશનના પી.આઈ જે. એમ વાઘેલાને મળેલ બાતમી અને હકીકતના આધારે શીતપુર વસાહતમાં રહેતા મુકેશભાઈ દામણભાઈ વસાવા નામનો વ્યક્તિ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બહારથી મંગાવી પોતાના ઘરે સંતાડી રાખી ચોરીછૂપીથી દારૂ વેચાણની પ્રવૃત્તિ કરે છે. જેથી આ મળેલ ચોક્કસ બાતમી – હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો અને પંચના માણસોને સાથે રાખી સદર બાતમી -હકીકત વાળી જગ્યાએ રેડ કરતા મુકેશભાઈ દામણભાઈ વસાવા રહે.શીતપુર વસાહત તા.ડભોઈ જી. વડોદરાના ઘરે તપાસ હાથ ધરી હતી. જેમાં મુકેશભાઈ સદર જગ્યાએ હાજર મળી આવેલ નહીં. પરંતુ તેમના ખુલ્લા મકાનમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ 86 કિંમત રૂપિયા 34580/- નો ગેરકાયદેસરનો મુદ્દામાલ હાજર મળી આવેલ. જેથી પોલીસ તંત્રએ મુકેશભાઈ વસાવા વિરુદ્ધ પ્રોહિ. કલમ 65 E મુજબનો ગુનો રજીસ્ટર કરી, આગળની જરૂરી તપાસ ચાલુ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. આમ ડભોઇ પોલીસ તંત્ર એ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ કાર્યવાહી કરતા સદર ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે અને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ તંત્રએ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઈ