ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી 

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછલા કેટલાક દિવસોમાં થયેલ કમોસમી વરસાદથી કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિના સંદર્ભે આજે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સાથે લીધેલ આ મુલાકાત દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. તેમણે ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે…

Read More

જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત બીએલઓ માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. જે પૈકી તા.૧ થી તા.૩ નવેમ્બર સુધી વિધાનસભા વિસ્તાર દીઠ બીએલઓને તાલીમ આપવામાં આવી રહી છે.    આ કાર્યક્રમ અન્વયે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર માટે એમપીશાહ કોમર્સ કોલેજ ખાતે ચાલી રહેલ તાલીમ કેન્દ્રની તથા ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભા…

Read More

ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલની નવી OPD બિલ્ડીંગ માટે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી સગવડો અંગે સમીક્ષા હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ પ્રોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડીમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા OPD એરિયામાં તબક્કાવાર શિફ્ટિંગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જામનગર દ્વારા મોકલવામાં આવેલી ટીમ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.    કમિશનર દ્વારા જાહેર જનતાને શિફ્ટિંગ દરમિયાન મહત્તમ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે. જાહેર જનતાના લાભાર્થે, જ્યારે OPD વિસ્તારમાં દૈનિક આશરે ૬૦૦૦ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની અવર-જવર રહેશે તેવા સંજોગોમાં તેમના માટેની બેઠક વ્યવસ્થા…

Read More

ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ     કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉના વંચાણ-૪વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત…

Read More

લાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ     રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, મુંદરાના વંચાણ-જ વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું…

Read More

કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.  ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ…

Read More

પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, સુરત       પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદ મછારનું સુરત માહિતી પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.    કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત નિયામક (જોઈન્ટ ડિરેક્ટર)ને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિધિવત પદભાર સંભાળનાર મછારની જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી અને જિલ્લા વહીવટી તંત્ર અને સંચાર માધ્યમો સાથે સુસંકલનની ભૂમિકા અગત્યની સાબિત થશે. ‘ટીમ માહિતી’ હકારાત્મક પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકકલ્યાણકારી યોજનાઓ સુરત જિલ્લાના પ્રજાજનો સુધી પહોંચાડશે તેવી કટિબદ્ધતા નવનિયુક્ત JDI એ દર્શાવી હતી.     નાયબ માહિતી નિયામક તરીકે નર્મદા જિલ્લા…

Read More

ભારત વિશ્વના સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, અને ગુજરાતે તેમાં લીડ લીધી છે. ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.   કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આજે ગાંધીનગર ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતમાં આકાર લઈ રહેલા 10 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવી હતી.  સેમિકન્ડક્ટર સેક્ટરના આ પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, લોજિસ્ટિક્સ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ, રોડ એન્ડ એર કનેક્ટિવિટી માટે હાથ ધરવામાં આવેલા કામોની જાણકારી પણ તેમણે મેળવી હતી.  દેશ અને ગુજરાતના…

Read More