જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

   ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત બીએલઓ માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. જે પૈકી તા.૧ થી તા.૩ નવેમ્બર સુધી વિધાનસભા વિસ્તાર દીઠ બીએલઓને તાલીમ આપવામાં આવી રહી છે. 

  આ કાર્યક્રમ અન્વયે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર માટે એમપીશાહ કોમર્સ કોલેજ ખાતે ચાલી રહેલ તાલીમ કેન્દ્રની તથા ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર માટે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે ચાલી રહેલ BLO તાલીમમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

આ તાલીમમાં જામનગર જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ, મામલતદાર તથા લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment