ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર
            મહેસૂલ-પંચાયત-ગ્રામ વિકાસ-શહેરી વિકાસ-પ્રવાસન-શિક્ષણ સહિતના વિભાગોની યોજનાઓની જિલ્લા સ્તરીય સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી.

જનતા-પબ્લીકને સારી સેવા-સુવિધા અને યોજનાકીય લાભો પહોંચાડવાના માધ્યમ સરકાર-અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા વહિવટી વડાઓએ બનવાનું છે. : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

• જાહેર સેવક તરીકે જનતાની સેવા કરીને તેની સમસ્યાનું નિવારણ લાવવું એ આપણી ફરજ અને દાયિત્વ છે

• લોકોની રજુઆતો જાણવા માટે ફિલ્ડ વિઝીટ-લોકસંપર્ક સુદ્રઢ બનાવવા હિમાયત

• ‘સ્વાગત’માં રજુઆત જ ન આવે તેવી સ્થિતી ઉભી કરીએ

• ‘ઝિરો ટોલરેન્સ અગેઈન્સ્ટ કરપ્શન’ ૧૦૦ ટકા સાકાર કરવું છે

• પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ-અલગ અર્થઘટન ન થાય તેની તાકિદ

• વ્યવસ્થાઓ સ્થાયી છે વ્યક્તિ નહિ એ ભાવ સાથે પારદર્શિતા અને પ્રમાણિક્તાથી લોકહિત કામો દ્વારા પદનું સ્ટેટસ વધારો

Related posts

Leave a Comment