શ્રી નવસારી માછી સમાજ, નવસારી આયોજિત જીવનસાથી પરિચય મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, નવસારી

    સમસ્ત હિન્દુ માછી સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતી માટે સૌ પ્રથમવાર શ્રી નવસારી માછી સમાજ,નવસારી દ્વારા જીવનસાથી પરિચય મેળાનું ભવ્ય આયોજન સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ,કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ કરવામાં આવ્યું હતું. 

    સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં જીવનસાથી પરિચય મેળાનું ઉદ્ઘાટન શ્રી નારાણ ક્રિષ્ના ટંડેલ, તેજ ફિસરીઝ, તેજ પેટ્રોલિયમના હસ્તે કરવામાં આવ્યું હતું. નારણ ક્રિષ્ના ટંડેલે સમાજને રૂપિયા ૧૫ હજારની પ્રોત્સાહક રકમ આપી હતી. જેમાં સમસ્ત હિંદુ માછી સમાજનાં ૧૮૨ જેટલા લગ્ન ઉત્સુક યુવકો-યુવતીઓએ ભાગ લીધો હતો. સમાજના અગ્રણી શુભેચ્છકો તરફથી જીવનસાથી પરિચય માહિતી પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી હતી. જે ભાગ લેનાર દરેક યુવક-યવતીને આપવામાં આવી એટલે જ કહેવાય છે કે સંવેદનાની છીપ માંથી નીકળતું સાગરનું મોતી એટલે માછી સમાજ…!

શ્રી નવસારી માછી સમાજ, નવસારીના ઉત્સાહી પ્રમુખ ઇશ્વરભાઇ એમ.ટંડેલ, મંત્રી રમણીકલાલ વી.ટંડેલ તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો ઈશ્વરભાઈ ટંડેલ, પરિમલભાઈ ટંડેલ, નિલયભાઈ ટંડેલ, વિમલભાઈ ટંડેલ, હિરેનભાઈ ટંડેલની આગેવાનીમાં હિન્દુ માછી સમાજ જીવનસાથી પરિચય મેળાનું સુંદર અને અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનું સુચારુ અને સફળ સંચાલન જગજીવનભાઇ કે. ટંડેલ અને ઈશ્વરભાઈ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભાર વિધિ મંત્રી રમણીકલાલ ટંડેલે આટોપી હતી. મેળાનું આયોજન પૂર્ણ થતા સૌ માટે હળવા સુરૂચિ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ આનંદની લાગણી સાથે સમાજ માટે પરિચય મેળો દીવાદાંડી બનશે એવી આશા વ્યક્ત કરી આયોજકોનો‌‌ હ્દય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : મહેશ ટંડેલ, નવસારી

Related posts

Leave a Comment