હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યની 2800 થી વધુ સરકારી અને 5200 જેટલી ખાનગી આરોગ્ય સંસ્થાઓએ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું .જેમાં 6536 એલોપેથી, 543 આયુષ હોસ્પ્ટિલ્સ, 910 હોમિયોપેથી, ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ્સનો સમાવેશ. ૫૦ થી ઓછી પથારી ધરાવતી 7607 અને ૫૦ થી વધુ પથારી ધરાવતી 326 હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું.
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024 હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાય છે. સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે. પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૫ લાખ સુધીના દંડથી લઇ સીલ મારવા સુધીની જોગવાઇ.
• આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે
• ક્લિનિકલ સંસ્થાઓમાં તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે
• ક્લિનિક ચલાવતા મેડિકલ પ્રેક્ટીસનર અને હેલ્થ પ્રોફેશનલ્સ માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત છે
• એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું …