રાજકોટ ખાતે આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્સ્ટીટયુટ(SCCRI) સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુવાડવા ખાતે ૩૦થી વધુ વયની આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૧ આશા વર્કરના સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેંશન તથા ડાયાબીટીસ સહિતના રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં શંકાસ્પદ રીપોર્ટ આવતા આઠ આશા બહેનોને વધુ તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭૧ આશા બહેનોની હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ અને HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Read More

સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઈમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત    સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઇમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને સુરત જિલ્લાના એડમિનિસ્ટ્રેટીવ જજ એ.એસ.સુપૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Read More

માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે નવનિર્મિત દિપડાઓ માટેના રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

હિન્દ ન્યુઝ, માંડવી      સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે દિપડાઓ માટે નવનિર્મિત રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. માનવના સંઘર્ષમાં આવેલા કે કોઈ ઈજાગ્રસ્ત થયેલા, માનવભક્ષી દિપડાઓ માટે વનવિભાગ દ્વારા રેસ્કયુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એક હેકટર વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં ૨૦ દિપડાઓને રાખવાની કેપેસિટી સાથે ડોકટર રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફુડ તથા સ્મશાન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Read More

अनुसूचित जाति एवं अनुसूचित जनजाति अत्याचार निवारण अधिनियम के तहत जिला स्तरीय सर्तकता एवं अनुश्रवण समिति की तृतीय बैठक

हिन्द न्यूज़, बिहार        वैशाली जिला पदाधिकारी, श्रीमती वर्षा सिंह की अध्यक्षता में अनुसूचित जाति एवं अनुसूचित जनजाति अत्याचार निवारण अधिनियम के तहत जिला स्तरीय सर्तकता एवं अनुश्रवण समिति की तृतीय बैठक आयोजित किया गया।        वैशाली जिला पदाधिकारी की अध्यक्षता में संपन्न इस महत्वपूर्ण बैठक में जिला कल्याण पदाधिकारी, वैशाली के द्वारा समिति के समक्ष बताया गया कि वर्ष 2025 में अनुसूचित जाति एवं अनुसूचित जनजाति अत्याचार निवारण के तहत कुल 246 काण्ड दर्ज हुआ था।जिसमें 205 काण्डों में 241 पीड़ितों के बीच मुआवजा का…

Read More