માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે નવનિર્મિત દિપડાઓ માટેના રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

હિન્દ ન્યુઝ, માંડવી

     સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે દિપડાઓ માટે નવનિર્મિત રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. માનવના સંઘર્ષમાં આવેલા કે કોઈ ઈજાગ્રસ્ત થયેલા, માનવભક્ષી દિપડાઓ માટે વનવિભાગ દ્વારા રેસ્કયુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એક હેકટર વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં ૨૦ દિપડાઓને રાખવાની કેપેસિટી સાથે ડોકટર રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફુડ તથા સ્મશાન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment