હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ તથા ઇકો ફેરમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની શ્રી આજોઠા કન્યાશાળાની વિદ્યાર્થીનીઓની વિવિધ ગાર્ડનિંગને લગતી પ્રવૃત્તિઓની પસંદગી કરવામાં આવી હતી.
ઈકો ફેરમાં શ્રી આજોઠા કન્યા શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ સોલંકી પૂર્વા કિસાભાઇ અને દેવળિયા જીયા રમેશભાઇની પસંદગી કરવામાં આવી હતી. જેમણે વિવિધ ગાર્ડનિંગ પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. શિક્ષક વીરમભાઇ રામના માર્ગદર્શક હેઠળ ગાંધીનગરમાં ૩ દિવસીય ઇકો ફેરમાં વિદ્યાર્થિનીઓ દ્વારા સેલ્ફ વોટરીંગ સિસ્ટમ, ટેરેસ ગાર્ડન, કિચન ગાર્ડન, વોલ ગાર્ડનીંગ તેમજ શાળામાં થતી ઈકો ક્લબની પ્રવૃતિઓનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
આમ, ગીર સોમનાથની શાળાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરવા બદલ આચાર્ય સહિત સમગ્ર કન્યાશાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.