હિન્દ ન્યુઝ, ભુજ
નીતિ આયોગના ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ (ABP) હેઠળ નિયુક્ત કેન્દ્રીય પ્રભારી અધિકારી (CPO) અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડાયરેક્ટર શ્રી શેખ અમીનખાન (IRS-C&IT: 2011) આગામી ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાના બે એસ્પિરેશનલ બ્લોક— રાપર અને લખપત માં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરશે.
આ મુલાકાતનો મુખ્ય હેતુ કાર્યક્રમ અંતર્ગત નક્કી કરાયેલા ૩૯ મુખ્ય લક્ષ્યાંકો (KPIs) ની પ્રગતિ ચકાસવાનો છે.
પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રભારી અધિકારી શેખ અમીનખાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે, તેમજ યોજનાઓનું વાસ્તવિક ચિત્ર જાણવા માટે રાપર અને લખપત વિસ્તારના વિવિધ કામગીરીની રૂબરૂ મુલાકાત (સ્થળ તપાસ) પણ લેશે. આ ઉચ્ચ સ્તરીય મુલાકાતથી બંને આકાંક્ષી બ્લોકના સામાજિક-આર્થિક વિકાસને વધુ વેગ મળશે.
