હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના પ્રવાસ અર્થે આવેલ મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજાઈ.
બેઠકમાં મંત્રીને મહિલાલક્ષી યોજનાઓની વિગતો અપવામાં આવી તેમજ આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી વિશે વિસ્તારપૂર્વકની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવી.
બેઠક દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી બહેનોનું મંત્રી તેમજ મહાનુભાવોના વરદ્હસ્તે સન્માન કરવામાં આવ્યું.
મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. મનીષાબેન વકીલે દાહોદ જિલ્લાની બોરવાણી-6 અને ઉસરા-1 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી.
આંગણવાડીની મુલાકાત દરમ્યાન મંત્રીએ નાનકડાં ભૂલકાઓને સ્વેટર પહેરાવી વાર્તાલાપ કર્યો તેમજ માતાઓને પોષણ કીટ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.


