વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની સુવિધાઓ મજબૂત અને સરળ બનાવવા વિવિધ માર્ગો અને બ્રિજની મરામત અને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, વલસાડ

     વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની સુવિધાઓ મજબૂત અને સરળ બનાવવા હેતુસર પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગો અને બ્રિજની મરામત અને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

     સારંગપુર એપ્રોચ રોડ બ્રિજ પર ચોમાસાના કારણે બંધ થયેલા બ્રિજનું બાધકામ, સ્લેબ જોડાણો, ગાર્ડરેલ અને સલામતી મજબૂતી કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓવાડા–રોહિતવાસ રોડ, કલવાડા સહકાર રોડ તેમજ વલસાડ તાલુકાના અન્ય ગ્રામ્ય માર્ગો પર રોડ લેવલિંગ, જંગલ કટિંગ અને પાણીની યોગ્ય નિકાસ માટે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રીસર્ફેસિંગ, શોલ્ડર મજબૂતી, સફાઈ અને સલામતી કાર્ય હાથ ધરવામાં આવશે. આ કામગીરીઓના પરિણામે ગ્રામ્ય વિસ્તારો વચ્ચેના વાહનવ્યવહાર સુનિશ્ચિત બનશે, રોજિંદી અવરજવરમાં સરળતા આવશે અને સ્થાનિક પ્રજાજનોને સીધી રાહત મળશે. વિભાગ દ્વારા તમામ કામગીરી ગુણવત્તા, સલામતી અને પારદર્શિતાનું ધ્યાન રાખીને સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment