હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં કાર્યરત સરકારી શાળાઓ પૈકી સાત સરકારી શાળાઓને દાહોદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જમીન ફાળવણી કરવામા આવેલ છે. જેમા સરકારી માધ્યમિક શાળાઓ મુવાલીયા, ખેંગ, ખંગેલા, બોરવાણી, પતંગડી, ચીખલી ને જમીનની જમીનની ફાળવણી કરવામાં આવી.
દાહોદ જિલ્લા વનવિભાગ દ્વારા સરકારી માધ્યમિક શાળા ઇટાવાને જમીન ફાળવવામાં આવી., તેમજ ત્રણ સરકારી માધ્યમિક શાળા માટે પ્રાથમિક શાળાના કેમ્પસમા જગ્યા ઉપલબ્ધ હોવાથી ત્યા બાંધકામ કરવામાં આવનાર છે. આમ કુલ-૧૦ સરકારી માધ્યમિક શાળાના મકાન બાંધકામ માટે આગામી બે વર્ષમા SSA દ્વારા પ્રક્રિયા હાથ ધરવામા આવશે.
