રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા ના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ આપી હાજરી સાથે રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષનુદાન ઝુલા અને નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ પરમાર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ ગોકલાણી અને અન્ય સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય નવરાત્રી નુ આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નું નગરપાલિકાના પ્રમુખ નું ભવ્ય સ્વાગત સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું.

રાધનપુર ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ ચામુંડા સોસાયટી ખાતે નવદુર્ગા નું પૂજન કરી માતાજી પાસે સમાજની સુરક્ષા માટે પ્રાર્થના કરી, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચામુંડા સોસાયટી ખાતે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ.આ પ્રસંગે સોસાયટીના રહીશો અને અન્ય લોકો દ્વારા ધારાસભ્યને સાલ ઓઢાળી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન રમેશભાઈ ગોકલાણી સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment