વિકાસને વેગવંતો બનાવવા આપણે હંમેશા તત્પર રહીએ- વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ

આજરોજ ભુજ નજીક હરિપર ખાતે નિર્માણ થનારા વિવિધ સીસીરોડનું વિધાનસભા અધ્યક્ષાડો. નિમાબેન આચાર્યે ખાતમુહૂર્ત કર્યું હતું 

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ બનાવવામાં આવી રહ્યાં છે ત્યારે આપણે વિકાસમાં ભાગીદાર બનીએ અને વિકાસને વેગવંતો બનાવીએ.

વધુમાં જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિમાં ગામે ગામ અને શહેરે શહેરોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે આપણે પણ આ વિકાસમાં ભાગીદાર બનીએ અને આગળ વધીએ.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કેભુજ વિસ્તારના વિવિધ વિકાસકામોની વાચા આપવા માટે આપણે હંમેશા તત્પર રહીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે જે નવી નવી ગ્રાન્ટો મંજૂર થાય છે તે તેમાં આપણા વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યનો સિંહ ફાળો છે.

આ પ્રસંગે નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન મનુભા જાડેજા, કાઉન્સેલર સંજયભાઇ ઠક્કર, અગ્રણી સર્વ બાલકૃષ્ણ મોતા, ગોદાવરી બેન ઠક્કર શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલ, તેમજ કાઉન્સિલરો  અગ્રણીઓ અને ગ્રામજનોઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment