વલસાડ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ, ધરમપુરમાં અતુલ કંપની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના એમઓયુ કરાયા

હિન્દ ન્યુઝ,cવલસાડ 

    ‘‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજય હંમેશા અગ્રેસર રહ્યું છે. તત્કાલિન માનનીય મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિધ્ધ થયા છે. નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને “આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોક-ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય,વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તથા Atul Foundation (CSR) સાથે MOU અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર, SWM કન્સલ્ટન્ટ, જિલ્લા ટેકનિકલ નિષ્ણાત, અતુલ ફાઉન્ડેશનની ટીમ, ધરમપુરના ATDO, તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન સતિશભાઇ, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દિવા, SBM સ્ટાફ, તલાટીઓ તથા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટરએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) અંગે વિસ્તૃત માહિતી આપી હતી. SWM કન્સલ્ટન્ટશ્રીએ અતુલ ફાઉન્ડેશન સાથે ૪૨ ગામોના થનાર MOU અંગેની વિગતો, તેના હેતુઓ તથા અમલીકરણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન અને માહિતી આપી હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ વિષયને લગતી ચર્ચા કરી હતી. 

 કપરાડા તાલુકાના કરજુન અને સુથારપાડા ગામમાં સ્વછતા અભિયાનમાં સ્વચ્છતા બાઇક રેલી, પદયાત્રા, સ્વચ્છતા શપથ તેમજ સામૂહિક સફાઈ કરવામાં આવી હતી, જેમાં ગામના સરપંચ, તલાટી, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ગાવઠા અને તાલુકા પંચાયત સભ્ય જીગીશાબેન વાઘમારે તેમજ ગ્રામજનોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉમરગામ તાલુકાના ઝરોલી ગામમાં યોજાયેલા સ્વછતા અભિયાનમાં ગામના સરપંચ, તલાટી, તેમજ ગ્રામજનો હાજર રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામમાં સ્વછતા અભિયાનમાં તાલુકા સભ્ય દક્ષાબેન દક્ષષેભાઈ પટેલ, ગામના સરપંચ, તલાટી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. વલસાડ તાલુકાના વાઘલધરા ગામમાં યોજાયેલા સ્વછતા અભિયાનમાં તાલુકા સભ્ય માનસીબેન જયભાઈ પટેલ, તાલુકા સભ્ય નલીલાબેન ઠાકોરભાઈ પટેલ, જીલ્લા પંચાયત સભ્ય પ્રીતીબેન દેસાઈ તેમજ ગામના સરપંચ, તલાટી તેમજ ગ્રામજનો હાજર રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાનાપોંઢા તાલુકાના ચિવલ ગામમાં આયોજિત સ્વછતા અભિયાનમાં તાલુકા સભ્ય અશોકભાઈ છોટુભાઈ પટેલ તેમજ ગામના સરપંચ, તલાટી તેમજ ગ્રામજનો હાજર રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

Related posts

Leave a Comment