વલસાડ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ’ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને ત્રિ-દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ 

        રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ’ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે .

        આ ચિત્ર સ્પર્ધા આગામી તારીખ ૧૦-૦૬-૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પારડી ખાતે આવેલી એન.કે.દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાશે. આ સ્પર્ધા માટે સ્પર્ધકોને વિવિધ વિષયો આપવામાં આવ્યા છે, જેમાં ‘વિકસિત ભારત ૨૦૪૭ – મારા સપનાઓનું ભારત’, ‘ભારતના વિકાસની ૧૨ વર્ષની યાત્રા’, ‘સ્વપ્ન થી સમૃદ્ધિ સુધી’, ‘ડિજિટલ ભારત – નવા યુગનું ભારત’, ‘સ્વચ્છ અને હરિત ભારત’ તથા ‘આત્મનિર્ભર ભારત – સશક્ત ભારત’ જેવા વિષયોનો સમાવેશ થાય છે. 

       સ્પર્ધામાં સૌથી સારા ચિત્ર દોરનાર ચિત્રકારોના ચિત્રોને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા યોજાનાર વિશેષ ચિત્ર પ્રદર્શનમાં મુકવામાં આવશે.

        આ ઉપરાંત, ચિત્ર પ્રદર્શનનું આયોજન તારીખ ૧૨-૦૬-૨૦૨૬ થી ૧૪-૦૬-૨૦૨૬ દરમિયાન ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં કરવામાં આવ્યું છે. આ ત્રિ-દિવસીય ચિત્ર પ્રદર્શન નિહાળવા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે સર્વે જાહેર જનતાને જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા અખબારી યાદી મારફતે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment