ડાંગ જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ડાંગ 

    “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પને સાકાર કરવા ડાંગ જિલ્લામાં તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન વિશેષ સ્વચ્છતા સપ્તાહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

📍 આહવા, વઘઈ, સુબીર સહિત તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા રેલી યોજાઈ.

👨‍👩‍👧‍👦 વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા.

🤝 લોકભાગીદારીથી સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી.

🧹 સામૂહિક સફાઈ કાર્યક્રમ અને સ્વચ્છતા શપથનું આયોજન કરવામાં આવ્યું.

📅 આગામી કાર્યક્રમો:

♻️ 9 જૂન – પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ

💧 10 જૂન – જળાશયો અને ખુલ્લા પ્લોટની સફાઈ

🚰 11 જૂન – ડ્રેનેજ અને ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ

🛣️ 12 જૂન – શેરીઓ અને રસ્તાઓની સફાઈ

🛕 13 જૂન – ધાર્મિક અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન

📖 14 જૂન – સ્વચ્છતા શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અંગે જાગૃતિ

ચાલો, સૌ સાથે મળીને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ ડાંગના નિર્માણમાં સહભાગી બનીએ.

 

Related posts

Leave a Comment