કઠોળમાં આત્મનિર્ભરતા મિશન હેઠળ સીડ મીનીકીટ ઘટક તેમજ નિદર્શન ઘટકની આઈ-ખેડુત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ માટે સમયમર્યાદા વધારાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

    વર્ષ ૨૦૨૬-૨૭ માં કઠોળમાં આત્મનિર્ભરતા મિશન હેઠળ સીડ મીનીકીટ ઘટકની આઈ-ખેડુત ૨.૦ પોર્ટલ પર ઘટકનો લાભ લેવા તા.૨૭-૦૫-૨૦૨૬ થી તા.૦૫-૦૬-૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ હતું, પરંતુ તુવર સીડ મીનીકીટની અરજીઓ લક્ષ્યાંક કરતા ઓછી થવાથી તુવર સીડ મીનીકીટ ઘટકની આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજીઓ કરવા માટે તા.૧૦-૦૬-૨૦૨૬ સુધી ખુલ્લુ રાખવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૬-૨૭ માં નિદર્શન ઘટક માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજીઓ કરવા માટે તા.૦૭-૦૬-૨૦૨૬ થી ૧૪-૦૬-૨૦૨૬ સુધી પુનઃ ખુલ્લુ રાખવામાં આવેલ છે, જેથી તમામ ખેડુતોને ઓનલાઇન અરજીઓ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દાહોદ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. 

Related posts

Leave a Comment