મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં નિર્માણ પામેલ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા વોકીંગ-રનીંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર

       રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતેના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ-રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં ટોસ ઊછાળી મહિલા ટીમના ક્રિકેટ મેચની શરૂઆત કરાવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરનું ૬૩ મીટરની ત્રિજ્યાવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે ૦૫ (પાંચ) મીટરની પહોળાઇવાળો ૪૦૦ મીટરનો વોકીંગ/રનીંગ ટ્રેક બનાવવામાં આવેલ છે. આ ઐતિહાસિક મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરી છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનુ મહત્વપુર્ણ બની રહેશે. તેમજ અહીંનો વોકીંગ-રનીંગ ટ્રેક સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પુર્વ તૈયારી માટે પણ યુવાનોને મદદરૂપ થશે.

આ લોકાર્પણ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ચીફ સેક્રેટરી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેકટર બી. કે. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, રમેશભાઇ મુંગરા, વિજયસિંહ જેઠવા, વિનુભાઈ ભંડેરી, અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment