શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, પાટણ

શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિહોરી પાટણ હાઈવે ભુતિયા વાસણા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જાણવા મળતી માહિતી અનુસાર પાટણ શિહોરી હાઈવે પર ભુતિયાવાસણા ગામ નજીક મારુતિ કાર પુરઝડપે આવી રહી હતી. તે દરમિયાન બાઈક સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે બાઈક ચાલકનું મોત થયું હતું અને તે દિયોદર તાલુકાના ફોરણા કોટડા ગામનાં મહેશભાઈ માંનસુંગભાઇ પટેલ ધારપુર લેબ. ટેકનીશિયનમાં નોકરી કરતા હોવાનું જાણવા મળી આવ્યું હતું. વધુ માહિતી કોઇ સામે આવી નહોતી.

બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ

Related posts

Leave a Comment