ગોંડલ ખાતે ‘યુવશક્તિ ગ્રુપ’ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ગોંડલ,

               ગોંડલ ખાતે મહાદેવ વાડી ખાતે આવેલ સિંધુભવન માં ‘યુવાશક્તિ ગ્રુપ’ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી આઈ ચેકઅપ, બ્લડ ડોનેશન, સુવર્ણ પ્રાસન તથા રોજગાર એપ્લિકેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા કરાયું હતું. અતિથિ વિશેષમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, શહેર યુવાભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, યુવાભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા, ડો.હરિરામ સોનૈયા, ડો.મેહુલ ડોબરીયા, ડો. કૃષીત કોટડીયા, ડો.પિનલ રૈયાણી, નેત્રપાલ ગંગવાર, ઉપેન્દ્રભાઈ તિવારી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મહીદીપસિંહ જાડેજા, મયુરભાઈ સોનૈયા તેમજ જેકીભાઈ પરમાર સહિત યુવા શક્તિ ગ્રુપના તમામ સદસ્યો એ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમ માં ગોંડલના 300 થી વધારે લોકોએ લાભ લીધો હતો.

રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોંડલ

Related posts

Leave a Comment