ચોક્સી કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વેરાવળ 

    વેરાવળની ચોક્સી કોલેજમાં સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી ગીરસોમનાથ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમમાં ટ્રાફિક અવેરનેસ બાબતે સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં કોલેજના આશરે ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને હેલમેટ, સીટબેલ્ટની અગત્યતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમજ લાયસન્સ વગર વાહન ન ચલાવવા વિશે સમજણ આપવામાં આવી હતી. કોલેજ દ્વારા “હેલમેટ વગર પ્રવેશ નહીં “ આ બાબતે સહમતિ દર્શાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. 

આ ઉપરાંત કોલેજની બહાર ઊભા રહી વિદ્યાર્થીઓએ વાહનચાલકોને અકસ્માત ન થાય એ માટે શું કરવું જોઇએ એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સમજાવવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment