જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક સિગ્નલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વાહન અકસ્માતો અને ટ્રાફિકની સમાસ્યાઓને નિવારવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રોડ ઉપર વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની કાળજી અંગે એસ.ટી.ડેપોના ડ્રાઈવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલ અંગે માહિતી આપી હતી.

Related posts

Leave a Comment