હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂત માટે ચાલુ વર્ષે વાતાવરણ આંબા પાક માટે ખૂબ જ સાનુકૂળ હોય જેથી રોગ અને જીવાતનો ઉપદ્રવ ખૂબ જ નહિવત હોય તેમ છતાં પણ આંબાવાડીમાં જોમધિયો/હોપર અને થ્રિપ્સ જોવા મળે તો દવાનો ઉપયોગ કરી શકાય છે.
જેમાં નીમ ઓઇલ 3000 પી.પી.એમ. ૨ મિ.લી. પ્રતિ લિટર અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસ. એલ. ૦.૫. એલ. પ્રતિ લિટર અથવા થાયોમેથોક્ઝમ ૦.૫ ગ્રામ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવો તેમજ ભૂકી છારારોંગના નિયંત્રણમા ટેહેક્ઝાકોના ઝોલ ૫%,૧ એમ.એલ. પ્રતિ લિટર મુજબ અને મગિયા ઈયળના નિયંત્રણ માટે એમાંમેક ટિનબેન્જોએટ ૫%, ૦.૩ ગ્રામ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલાના સંપર્ક નં. ૦૨૮૭૭ ૨૯૬૧૨૯ Email: cemtalala@gmail.con ઉપર સંપર્ક કરી શકો છો.