હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર કલેક્ટર કચેરી ખાતે કાયદા સલાહકાર તરીકે મહંમદહુશેન યુ.ગલાની નિમણૂક કરવામાં આવી છે. જેની નોકરીની મુદ્દત તા.૩૧ જાન્યુઆરીના રોજ પૂર્ણ થતા કાયદા આધારિત સલાહકારની ૧ જગ્યા પર નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. પરંતુ સરકારના મહેસુલ વિભાગના ઠરાવથી તેઓની મુદ્દત ૧૭-૧૦-૨૦૨૪ થી ૧૧ મહિના સુધી લંબાવવામાં આવતા બહાર પાડવામાં આવેલી જાહેરાત રદ્દ કરવામાં આવી છે. તેઓનો કરાર પૂર્ણ થયે નવેસરથી જાહેરાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
