દિવ્યાંગ-પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ અંતર્ગત તા.૨૪ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર

   સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઑ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઑ/અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ(નોકરીદાતઓ) “દિવ્યાંગ-પારિતોષિક” મેળવી શકે છે. 

જેથી દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓએ લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે (૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું- તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાયઝનો ફોટો અને અન્ય વિગતો વગેરે સાથે) જીલ્લા રોજગાર કચેરી જામનગરને તા. ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં, ત્રણ નકલમાં રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાના રહેશે. 

અરજી કરતી વખતે દિવ્યાંગ કર્મચારીઓએ રાજ્ય પારિતોષિક માટે “પરિશિષ્ટ-અ” ભરવાનું છે., દિવ્યાંગ વ્યક્તિઑને કામે રાખનાર નોકરીદાતઑએ એનેક્ષ્યર “એ” અંગ્રેજીમાં ભરવાનું છે. પ્લેસમેંટ ઓફિસરો માટે એનેક્ષ્યર “સી” અંગ્રેજીમા ભરવાનું છે. સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ “પરિશિષ્ટ-બ” ભરવાનું છે. આ સાથે જરૂરી ફોર્મના વેબસાઇટ http://www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી અથવા જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતેથી તા. ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન વિના મૂલ્યે મળી શકશે. તેમ રોજગાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment