રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

       રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

દિવ્યાંગતા ૪૦ ટકા (ખોડખાપણ ધરાવતા) કે તેથી વધુ તેવુ છેલ્લા ત્રણ માસનું સિવિલ સર્જનનું ડોક્ટરી પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં અરજીની ૨ (બે) કોપી સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અરજી માટેનો નમૂનો ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી પણ મેળવી શકાશે.

Related posts

Leave a Comment