બોરસદ તાલુકાના વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આણંદ

  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આજની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવ સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,સંતોના આશીર્વાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને વિકસિત ગુજરાત થકી ઝડપથી પૂરું કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી પ્રભુ અર્ચના પણ કરી હતી.

આ વેળાએ વિરસદ ધામના સદગુરુ વંદના મહોત્સવના આયોજક શ્રી કોઠારી સ્વામી કેશવ ચરણદાસજી તથા સરદાર ધામના સદગુરુ નિત્ય સ્વરૂપ દાસ સ્વામી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર પહેરાવી મોમેન્ટો આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટીદારોના ઉદ્ધારક વીર વસનદાસ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ દેસાઈ, અગ્રણી રાજેશભાઈ પટેલ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment