હિન્દ ન્યુઝ, આણંદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા.
બોરસદમાં રૂ.૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત વિશ્રામ ગૃહ તથા દાતા હસમુખભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ,કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વારનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
આ વેળાએ બોરસદ તાલુકાની પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેન્ડની પ્રસ્તુતિ કરીને મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, સી.એમ.પરીવારના સભ્યો, પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.