હિન્દ ન્યૂઝ, દિયોદર
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે ત્યારે અનેક લોકો વાયરસ ની ઝપેટમાં આવ્યા છે ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલ માં બીજી લહેરમાં 107 દર્દીઓને સેવા આપવામાં આવી છે. જેમાંથી 59 દર્દીઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને કમનસીબે 29 જેટલા લોકો વાયરસ સામે હારી મોત ને ભેટ્યા છે ત્યારે આવા કપરા સમયમાં ઘણી સંસ્થાઓઅને એનજીઓ મદદે આવ્યા છે ત્યારે દિયોદર ખાતે પણ ખાતે છેલ્લા ત્રણ ચાર દિવસ થી યુવા સંગઠન ગ્રુપ દ્રારા દિયોદર રેફરલ હોસ્પિટલ અને આદર્સ હાઈસ્કૂલ માં કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમના માટે ચા બિસ્કીટ મોસંબી અને ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને યુવા સંગઠન દ્વારા સેવા ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવી રહી છે. જેથી દર્દીઓ અને દર્દીઓના સગા વ્હાલા ને સેવાનો લાભ લઇ શકે છે આ યુવા સંગઠન ગ્રુપ ના સભ્યો સેવા માટે ખડે પગે તનતોડ મહેત કરી લોકોની સારી સેવા કરી રહ્યા છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર