રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના ધો.૫ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ધનુર-ડિપ્થેરિયા રસી અપાઈ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લાના ૧૦ વર્ષની ઉંમરના અને ૧૬ વર્ષના બાળકોનું વહેલી તકે Td વેક્સીનેશન સુનિશ્ચિત કરવા માટે વેરાવળ તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ મેડીકલ ટીમના ડો.ઈશ્વર ડાકી, ડો.વિએના જિંજુવાડીયા તથા ફાર્માસિસ્ટ દિવ્યાબેન મહેતા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકાની આદિત્ય બિરલા પબ્લિક સ્કુલ (ABPS)માં ધોરણ ૫ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ૨૫ ઓગસ્ટનાં રોજ TD વેક્સીન આપવામાં આવી હતી. નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ધનુર (TTTTTT) રસીની જગ્યાએ ધનુર એન્ડ ડીપ્થેરીયા(Td) રસીનો સમાવેશ કરવાનો નિર્ણય ૨૦૧૯માં લેવામાં આવેલ છે. જે અંતર્ગત આ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

Leave a Comment