રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને 4 દિવસ દરમિયાન રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળાના ચેકિંગ દરમિયાન કુલ ૧૧૮ સ્ટોલ પરથી વાસી અખાધ્ય ચીજો જેવી કે પ્રિપેર્ડ ફૂડ, મસાલા, ખુલ્લા વાસી કાપેલા ફ્રૂટ્સ, ઉપયોગમાં લેવાતા દાજીયા તેલ તથા લેબલમાં જરૂરી વિગતો દર્શાવ્યા વગરની પેક્ડ ખાધ્ય ચીજોનો કુલ મળીને અંદાજિત ૫૭૦ kg જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. લોકમેળામાં કુલ ૧૧૮ ટેમ્પરરી ફૂડ લાઇસન્સ તથા ૮ પ્રાઈવેટ મેળામાં આપવામાં આવેલ ટેમ્પરરી લાઇસન્સ અન્વયે કુલ રૂ.૩૫,૪૦૦/-ની વસૂલાત થયેલ છે.
• ૮ પ્રાઈવેટ મેળાના ફૂડ સ્ટોલના ચેકિંગ દરમિયાન કુલ ૩૮ સ્ટોલ પરથી વાસી અખાધ્ય ચીજો જેવી કે પ્રિપેર્ડ ફૂડ, મસાલા, ખુલ્લા વાસી કાપેલા ફ્રૂટ્સ, ઉપયોગમાં લેવાતા દાજીયા તેલ તથા લેબલમાં જરૂરી વિગતો દર્શાવ્યા વગરની પેક્ડ ખાધ્ય ચીજોનો કુલ મળીને અંદાજિત ૧૧૦ kg જથ્થાનો નાશ કરવામાં આવેલ છે.
• રેસકોર્ષ મેદાનમાં આયોજિત લોકમેળામાં સ્ટોલ નં. X-૧૩ આઈસક્રીમ ચોક્ઠામાં “બોમ્બે ફેમસ- પ્રીમિયમ આઈસક્રીમ” માં સ્થળ તપાસ દરમિયાન વેચાણ થતાં વિવિધ પ્રકારના આઈસક્રીમ કપ, કેન્ડી તથા કોન પર બેચ નંબર, ઉત્પાદક તારીખ કે MRP જેવી કોઈપણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાને લીધે વિવિધ ફ્લેવરના આઇસક્રીમ કપ કુલ ૮૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કેન્ડી કુલ ૧૦૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કોન કુલ ૧૦૦૦ નંગ મળીને આશરે રૂ.૮૦,૦૦૦ કિમતનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સ્થળ પરથી GO FRESH ICECREAM CANDY (60ML PKD) નો ફૂડ સ્ટોલ પરથી પૃથ્થકરણ નમૂનો લેવામાં આવેલ તથા સ્થળ પર ફૂડનો પરવાનો રદ કરેલ છે તેમજ તે અંગે નોટિસ આપવામાં આવેલ છે.
• નમુનાની કામગીરી :-
   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૨ નમૂના લેવામાં આવેલ :-
(૧) GO FRESH ICECREAM CANDY (60ML PKD): સ્થળ –બોમ્બે ફેમસ પ્રીમિયમ    આઇસક્રીમ -લોકમેળામાં સ્ટોલ નં. X-૧૩, રેસકોર્ષ રિંગ રોડ, રાજકોટ,
(૨) ફૂડ વિભાગને મળેલ માહિતી અન્વયે રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે શ્રી ક્રુષ્ણવિજય ડેરી, કેવડાવાડી મેઇન રોડ, ગરબી ચોક, રાજકોટ મુકામે ભેળસેળ યુક્ત ઘી તરીકે વેચાણ કરતાં હોવાની શંકાના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગાયનું ઘી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
• ફૂડ વિભાગની ટિમ દ્વારા રાધેકૃષ્ણ જન્માષ્ટમી મેળો -નાના મવા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ પરથી ફૂડ સ્ટોલ નું ચેકિંગ દરમિયાન  સ્થળ પર વેચાણ થતાં સ્મોક બિસ્કિટમાં ઉપયોગ થતાં લિક્વિડ નાઇટ્રોજનના સીધા સંપર્કમાં આવતી ખાદ્ય ચીજ હોય જે લિક્વિડ નાઇટ્રોજન વાળી ખાધ્ય ચીજો નું વેચાણ તાત્કાલિક અસર થી બંધ કરાવેલ તથા ૪ ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં  મળી આવેલ ૫ કિલો અખાધ્ય વાસી મીઠાપાન મસાલો તથા ખોરું ટોપરાનું ખમણનો નાશ કરેલ.
• ફૂડ વિભાગની ટિમ દ્વારા ગોવિંદા જન્માષ્ટમી મેળો -નાના મવા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડમાં આવેલ ૧૨ ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ ૭ કિલો અખાધ્ય વાસી ચિપ્સ, એમ.એસ.જી. તથા પ્રિપેર્ડ ફૂડનો નાશ કરેલ.
• ફૂડ વિભાગની ટિમ દ્વારા જન્માષ્ટમી કાર્નિવલ મેળો -નાના મવા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડમાં આવેલ ૫ ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ ૫ કિલો અખાધ્ય વાસી સોસ તથા પ્રિપેર્ડ ફૂડનો નાશ કરેલ.
• ફૂડ વિભાગની ટિમ દ્વારા રોયલ મેળો -ફોર્ચ્યુન હોટેલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડમાં આવેલ ૯ ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ ૯ કિલો અખાધ્ય વાસી ચટણી તથા પ્રિપેર્ડ ફૂડનો નાશ કરેલ.
• ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લોકમેળો, પ્રાઈવેટ મેળા તથા આજીડેમ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૫૭ પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, મસાલા વિગેરેના કુલ ૬૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ વિશેષમાં લોકમેળામાં તથા આજીડેમ વિસ્તારમાં અવેરનેશ કામગીરી કરવામાં આવેલ.

Related posts

Leave a Comment