ગીરગઢડામાં જાહેરનામા ભંગ બદલ ત્રણ ડોકટરો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ દાખલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       રાજકોટ શહેરમાં નાના મવા મેઈન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને અને આવા સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે માટે જિલ્લાના તમામ જાહેર અને ખાનગી સ્થળો કે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતાં હોય તેવી તમામ જગ્યામાં જિલ્લાના મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જિલ્લાના તમામ જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ ફાયર સેફટી અંગેનું પ્રમાણપત્ર, ફાયર સેફટી લે-આઉટ પ્લાન, ફાયર સેફટી અંગેના સાઈન બોર્ડ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડીંગ યુટીલાઈઝેશન પરમિશન, હંગામી સ્ટ્રક્ચરના કેસમાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટિફિકેટ, લિફ્ટના ઉપયોગ માટેનું લાયસન્સ તથા નિયત નમૂનાનું પ્રમાણપત્ર રાખવા તથા હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬માં થયેલ જોગવાઈ મુજબ બાયોમેડિકલ વેસ્ટનું સેગ્રીગેશન, ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝ થાય અને જેથી લોકોના સ્વાસ્થ્યને તથા પર્યાવરણ પર આડઅસર ન થાય તે સારું જિલ્લાની તમામ હોસ્પિટલોને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ ,કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસીલીટીનું મેમ્બરશીપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તથા નિયત નમૂનાનું સાઈન બોર્ડમાં ઇન્ડોર કેપેસિટી, જીપીસીબીનું ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ, કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસીલીટીનું મેમ્બરશીપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, બાયોમેડિકલ વેસ્ટ સેગ્રીગેશન માટે સ્ટાફને ટ્રેનિંગ આપેલ છે કે કેમ? અને ક્યારે આપેલ છે? તેની વિગતો લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.

   ઉપરોક્ત બંને જાહેરનામાનો અમલ હોસ્પિટલોમાં થાય છે કે કેમ? તેની તપાસ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને હુકમ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગીરગઢડા તાલુકામાં ડો. વિવેક બી. હીરપરા, ડો. હર્ષદ એચ. રીબડીયા અને ડો. હાર્દિક સી. બુહા દ્વારા જાહેરનામાનો ભંગ કરતા ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ -૨૨૩( બી) હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 વધુમાં, જાહેરનામાનો અમલ નહીં કરવામાં આવે તેવા તમામ એકમો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.


Advt.

 

Related posts

Leave a Comment