દાહોદ કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ યોજનાઓ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

     દાહોદ કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લામાં વિવિધ યોજનાકીય બાબતો અંગે બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન દાહોદ કલેકટર યોગેશ નિરગુડે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, સામુહિક શોક પીટ, સામુહિક કમપોસ્ટ પીટ, મહાત્મા ગાંધી નરેગાના કામો, કૂવાના કામો, અમૃત સરોવર, મિશન મંગલ હેઠળના કામો જેવા યોજનાકીય કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. 

આ અન્વયે સંબંધિત અમલીકરણ અધિકારીઓએ પોતાના વિભાગની માહિતી પીપીટી દ્વારા રજૂ કરી હતી. રોજગાર કચેરી તેમજ શ્રમ-રોજગારની કચેરીની વિવિધ યોજનાઓ તેમજ મહેકમ વિશે વિગતવાર આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ તમામ યોજનાઓ સંબંધિત માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી ને સૌ અધિકારીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ મિટિંગ દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ સહિત અમલીકરણ સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment