હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લો તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા લોકો હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં વગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી/ધાડ જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર કેટલાંક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં કોઈપણ વ્યકિતને હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રહેવા માટે રૂમ અથવા આશરો આપે ત્યારે માલીકે તેવા વ્યકિતઓનું ID પ્રુફ અને પુરૂ નામ સરનામું મેળવી તેમના રજીસ્ટ્રરમાં નોંધ કરવાની સાથે સાથે રીશેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું તેમા ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (ProgrameFor Analysis Of Traveller & Hotel Informatiks) ઈન્સટોલ કરાવી રજીસ્ટ્રરમાં થતી એન્ટ્રી આ PATHIK સોફટવેરમાં પણ કરવાની રહેશે જેથી પોલીસને જરૂર પડે તપાસમાં મદદરૂપ થઈ શકે.
ઉકત જણાવેલ તમામ વિગતો મુજબ બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ઉકત ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઇસમ સુઘી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવાની આવશ્યકતાને ધ્યાને લઇને બોટાદ શહેર તથા જિલ્લાના મોબાઇલ -સીમકાર્ડ(નવા/જુના)નું વેચાણ કરનાર વિક્રેતાઓ, સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો (તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર)ના વેપારીઓ, સમગ્ર બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલીક અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓએ,બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના, રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી, તમામ સહકારી, ધાર્મીક કે ટ્રસ્ટના અને ખાનગી વ્યવસાયો/સંસ્થાઓના માલીકોએ ઉપર દર્શાવ્યા મુજબના કોલમવાઇઝ રજીસ્ટર નિભાવવાનું રહેશે, તેવી જ રીતે, હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના,રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી, તમામ સહકારી, ધાર્મીક કે ટ્રસ્ટના અને ખાનગી વ્યવસાયો/સંસ્થાઓમાં સી.સી.ટી.વી. કેમેરા, આઇ.પી. કેમેરા નાઇટ વિઝન સાથે લગાડવાના રહેશે, તેની ફરજીયાત જાળવણી કરવાની રહેશે. તેમજ માંગણી થયેથી પોલીસ અધીક્ષક, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારીને ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ જાહેરનામું તા.૦૫/૧૦/૨૦૨૨ થી તા.૦૩/૧૨/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) દિન-૬૦ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ