હિન્દ ન્યુઝ, સુરત
ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલીત દિવ્યાંગોની આઈ.ટી.આઈ. ખાતે વિનામુલ્યે ડી.ટી.પી. કોમ્પ્યુટર કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. આ સંસ્થા ખાતે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી તેમજ ઘરે થી આવવા જવા માટે સ્કુલબસ અને રહેવા જમવા સાથેની સુવિધા સાથેની અધ્યતન હોસ્ટેલની પણ સુવિધા આપવામાં છે.
દિવ્યાંગોએ https://itiadmission.gujarat.gov.in પર વિનામુલ્યે ઓનલાઇન એડ્મિશન ફોર્મ ભરવા માટે સવારે ૧૦ થી બપોરે ૩ કલાક દરમિયાન સુરત શહેરના ઉમરા ખાતે ડિસેબલ વેલ્ફેરની શાળા ખાતે, શારદાયતન સ્કૂલની પાછળ, લેકવ્યું ગાર્ડન સામે સંપર્ક સાધવો. સાથે તમામ જરૂરી ઓરિજનલ પ્રમાણ પત્રો (દિવ્યાંગનું સિવિલ સર્જન નું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.), ધો. 8 અથવા 9 અથવા 10 પાસ નું રીજલ્ટ, પરીક્ષા કેટલામાં પ્રયાસે પાસ કરી તેનું પ્રમાણપત્ર(10 પાસ માટે), જાતિનો દાખલો, આવકનો દાખલો (મામલતદાર/TDO), આધારકાર્ડ, બેન્ક પાસબૂક, પાસપોર્ટ સાઈજ નો ફોટો) અને તેની નકલ સાથે સંપર્ક કરવાનો રહેશે. તાલીમ બાદ આ તાલીમાર્થીઓને નોકરી તેમજ સ્વરોજગારી અપાવવામાં પણ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઈલ : ૦૯૯૯૮૯૬૩૧૪૨ ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.
