હિન્દ ન્યુઝ, સુરત
હિરા ઉદ્યોગના ગૌરવ સમાન ખજોદ સ્થિત ‘સુરત ડાયમંડ બુર્સ’ની અભેદ સુરક્ષાને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ઉચ્ચ સ્તરીય મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
સંભવિત આતંકવાદી હુમલાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત શહેર પોલીસ, અન્ય સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની ટોચની સુરક્ષા એજન્સીઓના સંકલનથી આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ પોલીસ ડિપાર્ટમેન્ટના ડીસીપીશ્રી બરવાલેના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં ઓપરેશન કમાન્ડર તરીકે રાજ્યના સ્પેશિયલ એન્ટી-ટેરર યુનિટ એવા ‘ચેતક કમાન્ડો ફોર્સ’ના ડીવાયએસપી બી.કે ગુંદાણીએ મોરચો સંભાળ્યો હતો. ખાસ નિયુક્ત કરાયેલા ઓબ્ઝર્વરની ટીમ દ્વારા કટોકટીના સમયે એજન્સીઓની પ્રતિક્રિયા અને ઓવરઓલ પરફોર્મન્સનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
