હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ઉજવશે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ; ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના મંત્ર સાથે જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન
‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં 6 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક; મિશન “પ્રાકૃતિક કૃષિ”નો વ્યાપ વધારવા ગુજરાતમાં 1,000થી વધુ સ્થળોએ વર્કશોપ અને પ્રદર્શન યોજાશે
સેવાસેતુના સફળ મોડલ પર યોજાશે ‘જનકલ્યાણ શિબિરો’: આયુષ્માન ભારત, પીએમ સૂર્ય ઘર જેવી યોજનાનું સ્થળ પર જ થશે રજિસ્ટ્રેશન; ‘પ્રગતિપથ યાત્રા’ દ્વારા રાજ્યના મોટા વિકાસ પ્રકલ્પોની મુલાકાત
આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની ભવ્ય પૂર્ણાહુતિ આગામી તા. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે
