હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગરમાં આવેલ GMERS જનરલ હોસ્પિટલ ખાતે અગ્નિ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ અને સિક્યુરિટી ટીમને આગના સમયે લેવી પડતી સાવચેતીઓ અને સુરક્ષાના સાધનોના ઉપયોગ અંગે સચોટ તાલીમ આપવામાં આવી હતી.
હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓએ દર્દીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે આ પ્રકારની તાલીમ અત્યંત અનિવાર્ય છે.
