અમરેલી જીલ્લાના કુકાવાવ, વડિયા તાલુકા મા વરસાદ ના કારણે થયું લાખો નું નુકશાન

હિન્દ ન્યૂઝ, અમરેલી

અમરેલી જીલ્લાના કુકાવાવ વડીયા તાલુકાના તમામ ખેડૂતો ને ખેત ઉત્પાદન મા લાખો નુ નુકશાન થયું છે. ખેતી કરતા ખેડૂતો નો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન સાંભળવા માટે તંત્ર તૈયાર નથી. ખેડુતો ના પાકો મા કે મગફળી, કપાસ, તલ, સોયાબીન, એરંડા જેવા કે તમામ પાકોમાં લાખો નુ નુકશાન થયું છે. હાલ તંત્રની આ બેદરકારી કારણે ખેડુત ને મળવા માટે પણ મજબુર કરે છે. ખેડુતો નું કેહવું છે કે કપાસ ના ભાવ પણ તળીયે બેસી રહ્યા છે. જે કપાસ ને વિણવા માટે ૨૦ કિલો ના રૂપિયા ૪૦૦ થી ૫૦૦ ચુકવેલ છે, તે કપાસ હાલ ની તારીખ માં ગામડાં ઑમા વેપારી ૭૦૦ થી ૮૦૦ રૂપિયા ના માંગે છે. છતાં ખેડુત વેપારી ને માલ આપવા માટે મજબુર થઈ ગયા છે. આમ કહિયે તો ગુજરાત તમામ ખેડૂતો ભાવ ના કારણે નારાજ થયા છે. વધુમાં ખાતર, દવા, બિયારણ માર્કેટ માં ડુબલિકેટ ધુમ મચાવી રહ્યા છે. જે બાયો પ્રોડક્ટ કહેવામાં આવે છે કે જેનું કોય માં બાપ નથી. તેવી કંપની ઓની દવા ખેડુતો ની વચ્ચે ધુમ મચાવનાર ને આ ખેતીવાડી ખાતુ દુકાન દારો ને મદદ રૂપ હોવું જોઈએ. પણ કોઈ પણ પ્રકારના ખેતી ખાતા ના સાહેબો ચેકીંગ કરતા નથી. આમ આદમી પાર્ટી કુકાવાવ વડિયા તાલુકાના પ્રમુખ બિપિન ભાઈ કોટડીયા અને રાજેશભાઈ વાસોલિયા , ઘનશ્યામભાઈ બોરડ
સંજયભાઈ ડાંગર, હરીભાઈ હિરપરા આ લોકો એ ખેડુતો ના હિત માટે ની વાત કરી છે. હવે તંત્ર ખેડૂતોને ક્યારે ન્યાય આપશે તે જોવું રહ્યું.

બ્યુરો ચીફ (અમરેલી) : વિશાલ કોટડીયા

Related posts

Leave a Comment