રાધનપુર હાઈવે બનાસ નદીના પુલ નજીક મહાકાળી માતાજી મંદિર પાસે બાઇક અને ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માત ના બનવા વધી રહ્યો છે ત્યારે ડીસા રાધનપુર હાઈવેબનાસ નદીના પુલ નજીક મહાકાળી માતાજી મંદિર પાસે બાઇક અને ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હતો. જેમાં બાઇક સવાર નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ અંગે વધુ મળતી માહિતી મુજબ આખોલ ચાર રસ્તા બાજુથી પુરપાટ ઝડપે આવી રહેલુંજી.જે.16 યું9445 નંબર નું ડાલું બાઈકને અડફેટે લેતાં બાઇક સવારનું ઘટનાં સ્થળે મોત નિપજ્યુ હતું, ત્યારે ડાલું રોડની બાજુમાં પલટી ખાઇ ગયું હતું. આ બનાવની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટનાં સ્થળે આવી પહોચ્યા હતા અને પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાં સ્થળે આવી ગઇ હતી જ્યારે આ અકસ્માત ના પગલે ટ્રાફિક જામ થઇ ગયું હતું.

બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ

Related posts

Leave a Comment