ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ડભોઈ,

ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક વિદ્યાર્થી પોતાના ઘરે રહીને પોતાની સોસાયટી ,પોતાનું ફળિયુ સાફ કરીને પોતાના આંગણામાં સુંદર ગાંધીજી ની રંગોળી તૈયાર કરવાનું પ્રોજેક્ટ ઉપાડ્યો હતો.આ સંદર્ભમાં શાળાના આચાર્ય ડોક્ટર સંતોષ દેવકર જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓ પોતાની શેરી મહોલ્લો અને પોતાના ઘરનું આંગણું સાફ કરીને, સ્વચ્છ કરીને એની ઉપર ગાંધીજીનો ફોટો અથવા ગાંધીજી ની રંગોળી તૈયાર કરીને તે સાથેનો સેલ્ફી ફોટોલઈને પોતાના ક્લાસ ટીચરને મોકલશે. ક્લાસ ટીચર આ બધા જ ફોટોગ્રાફ્સ નું શોર્ટઆઉટ કરીને મૂલ્યાંકન કરી નંબર આપશે.ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ પોતાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પવિત્રતા અને સંસ્કારના ગુણોનું સિંચન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. તેના ડાયનેમિક આચાર્ય સંતોષ દેવકર અને તેમનો સ્ટાફ આ બાબતે હંમેશા ચિંતા અને ચિંતન કરતો હોય છે. આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે શાળાઓ, કોલેજો બંધ હોઈ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જ રહીને ગાંધી જયંતી ની શાનદાર ઉજવણી કરે તેવો હેતુ આ ઉજવણી પાછળ રહેલો છે.
કેજી થી માંડીને ૧૦ ધોરણ સુધીના હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ ખૂબ જ સફળતા પૂર્વક પાર પાડયો હતો. જેમાં તેમના વર્ગ શિક્ષકનું માર્ગદર્શન ફળીભૂત થયું હતું.શાળાના વાલી મિત્રોએ આ અભિયાનને ખુબ જ પ્રશંસા કરી હતી. આ અભિયાન પાછળનો હેતુ વિદ્યાર્થી જાતે જ ઝાડુ લઈને પોત પોતાનું આંગણું સાફ કરે, સ્વચ્છ કરે ,પવિત્ર બનાવે અને ગાંધીજી ના સત્ય અને અહિંસા ના મહામૂલા શબ્દો પર પોતાનું જીવન આગળ વધારે તેવો હેતુ રહેલો છે. શાળાના વાલીઓ, મિત્રો હિતેચ્છુઓ અને ડભોઇ નગરના મહાનુભાવોએ શાળાના આ અભિયાનની સરાહના કરી હતી.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment