ડભોઇ ખાતે વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશ ના હાથરસ ની ઘટના ને લઈ આંબેડકર ની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ કર્યું

હિન્દ ન્યૂઝ, ડભોઇ,

વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ ડભોઇ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉત્તરપ્રદેશ ના હાથરસ ની ૧૯ વર્ષીય દલિત યુવતી મનીષા ઉપર જે નરાધમો એ બળાત્કાર બાદ યુવતી ના અપમૃત્યુ ના બનાવ ને લઈ આખા દેશ માં વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે. બળાત્કાર બાદ ૬ દિવસ માં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી અને યુવતી મૃત્યુ બાદ અધિકારી ઓ દ્વારા રાત ના અંધારામાં હિન્દુ ધાર્મીક વિધિ ને નેવે મુકી અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. જેમાં પીડિત પરિવાર ને ન્યાય મળે એ માટે વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આંબેડકર પ્રતિમા પાસે કેન્ડલમાર્ચ કરી ન્યાય ની માંગ કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ રાજ, ડભોઇ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ કેયુર ઠાકોર, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સુધિર બારોટ, ચિરાગ પટેલ, નૂર મહંમદ મહુડા વાળા, વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી સિદ્દીક વાણીયા વાલા, ફરીદ ભાઈ રાઠોડ, નિલેશ સીમલીયા પ્રદેશ મંત્રી વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ બક્ષીપંચ પ્રમુખ જયેશ ઠાકોર, મંજુર સલાડ સતિષભાઈ રાવળ, અક્ષય ઠાકોર સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ

Related posts

Leave a Comment