બોલેરો કેમ્પર ગાડીમાંથી દારુના જથ્થા સાથે બે આરોપીને ઝડપતી થરાદ પોલીસ

હિન્દ ન્યૂઝ, થરાદ,

  ગતરોજ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફના માણસો નારોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે કેનાલ રોડ ઉપર આવતાં સામેની કેનાલના રોડ ઉપર સામેની બાજુથી મહીન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર ગાડી નં.RJ-46 GA-1612 ની આવતા ગાડી ખાનગી વાહન આડુ કરી ઉભી રખાવી કોર્ડન કરી પકડી પાડી હતી. ત્યાર બાદ સદરહુ ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયર ટીનનુ કુલ પેટી નંગ-૧૮ જેમાં કુલ બીયર ટીન-દારૂની બોટલો નંગ-૫૫૨ જેની કુલ કિંમત રૂપિયા ૬૩,૦૦૦/-નો તથા બોલેરો કેમ્પર ગાડીની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૨ ની કિંમત રૂપિયા ૬૦૦૦/- તથા અસલ આરસી બુકની કિંમત રૂપિયા ૦૦/- તથા અસલ આધારકાર્ડ-૨ ની કિંમત રૂપિયા ૦૦/- તથા અસલ લાયસન્સ-૨ ની કિંમત રૂપિયા ૦૦/૦૦નુ એમ મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા ૪,૬૯,૦૦૦/-નો મુદામાલ જપ્ત કર્યો હતો. જોકે હેરાફેરી કરતા ગાડીના ચાલક કૃપાલસિંહ મગાસિહ ચૌહાણ તથા સુરેશગીરી શિવગીરી ગૌસ્વામી બંને ઈસમો રહે.સ્વામીઓ કી ઢાણી ડભાલ, તા.સાંચોર, જિ.જાલોર રાજસ્થાનવાળાઓ વિરૂદ્ધ થરાદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોર્ટર :  ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment