હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન રજૂ કર્યું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું વિઝન રજૂ કર્યું.
ગુજરાત AI, વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીના વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનવા સજ્જઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી.
