ગાંધીનગરનો સંકલ્પ: “માનવતાનું એક કદમ, ટીબી ખતમ!”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

શું તમે કોઈના જીવનમાં આશાનું કિરણ બનવા માંગો છો? તમારો એક નાનો પ્રયાસ કોઈનું આખું જીવન બચાવી શકે છે!

ગાંધીનગર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા એક વિશેષ અપીલ કરવામાં આવી છે. ટીબીના દર્દીઓને દવાની સાથે યોગ્ય પૌષ્ટિક આહારની ખૂબ જરૂર હોય છે, અને આ માટે ‘નિ-ક્ષય મિત્ર’ બનીને દર્દીઓને દત્તક લેવાની સુંદર પહેલ શરૂ કરવામાં આવી છે.

‘નિ-ક્ષય મિત્ર’ બનીને તમે કેવી રીતે મદદ કરી શકો?

દર્દીને દત્તક લો: ૧ કે તેથી વધુ દર્દીઓને અનુકૂળતા મુજબ દત્તક લઈ તેમની પોષણ કીટની જવાબદારી ઉઠાવો.

પૌષ્ટિક આહાર કીટ આપે: દર્દીઓને રૂબરૂ મળીને પોષણ કીટ આપો અને સામાજિક હૂંફ પૂરી પાડો.

આર્થિક સહયોગ: ‘જિલ્લા ટીબી મુક્ત ભારત કોષ’ (TBMBK) માં સીધું દાન આપીને સહભાગી બનો.

નિ-ક્ષય મિત્ર કેવી રીતે બનવું?

‘નિ-ક્ષય પોર્ટલ’ અથવા ‘ટીબી મુક્ત ભારત’ એપ પર જઈ ગાંધીનગર જિલ્લા માટે નોંધણી કરો.

નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર, આશા વર્કર અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, ગાંધીનગરનો રૂબરૂ સંપર્ક કરો.

આવો, કલેક્ટરની આ પાવન હાકલને પ્રતિસાદ આપીએ. નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારી મંડળો સાથે મળીને આગળ આવીએ અને ‘ટીબી મુક્ત ગાંધીનગર’નું સપનું સાકાર કરીએ!

આજે જ જોડાઓ અને નિ-ક્ષય મિત્ર બનો!

Related posts

Leave a Comment