જિલ્લા કલેક્ટરે રતનપુર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરી અને પંચાયતના રેકર્ડની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     ગ્રામ્ય સ્તરે વહીવટી પારદર્શિતા અને જનસુવિધાઓની સ્થિતિની જાતતપાસ અર્થે ગાંધીનગર જિલ્લા કલેક્ટરએ ગાંધીનગર તાલુકાના રતનપુર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરી અને પંચાયતના રેકર્ડની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી. 

સાથે જ, ગામના અગ્રણીઓ સાથે GIFT City ના વિકાસથી ગામને મળેલા લાભો તેમજ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રસ્તા, વીજળી અને બાંધકામ સંબંધિત પ્રશ્નો અંગે સંવાદ સાધ્યો હતો. 

વિશેષમાં, કલેક્ટરએ ગામની શાળા, આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ આંગણવાડી બહેનો સાથે ગામમાં કુપોષણની સ્થિતિ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગૌચર અને સરકારી પડતર જમીનની સ્થિતિની સમીક્ષા કરી હતી.

Related posts

Leave a Comment