હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ અને વિકાસ કાર્યોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતના દફતરની સામાન્ય તપાસણી કરી હતી તેમજ ગામના અગ્રણીઓ સાથે બેઠક યોજી GIFT City ના નિર્માણ બાદ ગામને થયેલા વિવિધ લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સાથોસાથ પીવાનું પાણી, ડ્રેનેજ, આંતરિક રોડ-રસ્તા, વીજળી અને બાંધકામ સંબંધિત સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા હાથ ધરી હતી.
તદુપરાંત, સ્થાનિક શાળા, આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ભૌતિક સુવિધાઓની ખાતરી કરી ગામના ગૌચર અને સરકારી પડતર જમીનની અધ્યતન સ્થિતિની સમીક્ષા કરી હતી.
