દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવુતિ, જિલ્લા પંચાયત, દાહોદ ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેનસુ ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમીક્ષા બેઠક દરમિયાન ચેરમેન ડૉ. રોશનીબેન પટેલે ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ, પોષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. 

તેમણે ગ્રામીણ અને ક્ષેત્રિય સ્તરે જઈને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય સેવાને બિરદાવી હતી.

આ પ્રસંગે ચેરમેનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર અને અસરકારક રીતે પહોંચે તે આપણી મુખ્ય પ્રાથમિકતા છે.” 

આગામી સમયમાં પણ તમામ કર્મચારીઓને વધુ ઉત્સાહ, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક પોતાની ફરજો નિભાવવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

બેઠકના અંતે વિભાગીય કામગીરીને વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને પરિણામલક્ષી બનાવવા અંગેના અગત્યના સૂચનો આપવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment